પાટણમાં ઓવરબ્રિજ નીચેની ધીમી કામગીરીથી ટ્રાફિક સમસ્યા
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં રેલવે સ્ટેશનથી યુનિવર્સિટી તરફ જવા માટેનો નવો ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. જોકે, ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો અને આરસીસી રોડ બનાવવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે, જે ધીમી ગતિએ આગળ વધી રહી છે.

રેલવે સ્ટેશનથી પાલિકા બજાર તરફના રસ્તા પર લાઈન નાખવાની કામગીરીને કારણે માટીના મોટા ઢગલા કરવામાં આવ્યા છે. પરિણામે રીક્ષા અને ફોરવીલ વાહનોને દેવ દર્શન કોમ્પલેક્ષ તરફના એક જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

બાજુમાં આવેલી ખાનગી શાળાને કારણે વિદ્યાર્થીઓને લઈ આવતા વાહનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોએ કામગીરીમાં ઝડપ લાવવા તેમજ માટીના ઢગલા હટાવી રસ્તાને સમતળ કરવાની માંગ કરી છે, જેથી વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande