

પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.)ઇન્દિરાનગર નજીક લાઇટ ફિશીંગ કરતા બે માચ્છીમારોની ધરપકડ થઈ છે.હાર્બર મરીન પોલીસના પી.એસ.આઇ. પ્રિયંકા રાઠોડે એવા પ્રકારનો ગુન્હો નોંધાવ્યો છે કે માંગરોળની સાગર સોસાયટીમાં રહેતો તુલસી નારણ હોદરા ઉ.વ. 50 અને પ્રિતેશ તુલસી હોદરા ઉ.વ. 24 પોરબંદરના ઇન્દિરાનગરની સામે દરિયામાં ‘વિઘ્નહર્તા’ નામના પીલાણામાં એકદમ પ્રકાશિત એલ.ઈ.ડી. લાઇટ રાખીને અનઅધિકૃત રીતે માચ્છીમારી કરતા હતા ત્યારે બંનેને પકડી પાડયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya