પોરબંદરના ગોસા ગામે દેશી બનાવટી બંદૂક થી યુવાનની હત્યા
પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના ગોસા ગામમાં રહેતા ભરતભાઈ ઓડેદરા તેના ખેતરેથી ઘરે પરત ફરતા હતા ત્યારે અજાણ્યા શખ્સે દેશી બનાવટની બંદૂક ચલાવતા ભરતભાઈને સાથળના ભાગે ગોલી લાગતા તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક ભરતભાઇના ભાઈ કૉનાભાઈએ અજાણ્
પોરબંદરના ગોસા ગામે દેશી બનાવટી બંદૂક થી યુવાનની હત્યા.


પોરબંદરના ગોસા ગામે દેશી બનાવટી બંદૂક થી યુવાનની હત્યા.


પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના ગોસા ગામમાં રહેતા ભરતભાઈ ઓડેદરા તેના ખેતરેથી ઘરે પરત ફરતા હતા ત્યારે અજાણ્યા શખ્સે દેશી બનાવટની બંદૂક ચલાવતા ભરતભાઈને સાથળના ભાગે ગોલી લાગતા તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક ભરતભાઇના ભાઈ કૉનાભાઈએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ નવીબંદર પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ મૃતક ભરતભાઈ અને તેમના ખેતરના મજુર સુનિલભાઈ ખેતરનું કામ પૂરું કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ત્યારે ભરતભાઈ ટ્રેક્ટર ચલાવતા હતા. એ સમયે ફટાકડા ફૂટવા જેવો કોઈ અવાજ આવ્યો હતો ત્યાર બાદ ભરતભાઈએ ટ્રેક્ટર ઉભું રાખી દીધું હતું અને ચીસો પાડવા લાગ્યા હતાં. જેથી સુનિલભાઈએ ભરતભાઇના ભાઈ કાનભાઈને ફોન કરી બોલાવતા તેઓ આવી પહોંચ્યા હતા જ્યાંથી ઈજાગ્રસ્ત ભરતભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે ભરતભાઈને મૃત જાહેર કર્યા હતા અને તેમનું પી.એમ. કરાવતા સાથળના ભાગેથી દેશી બનાવટની બંદૂકનો છરો નીકળતા ભરતભાઇની હત્યા થઇ હોવાની પુષ્ટિ થઇ હતી. આ બનાવ અંગે મૃતક ભરતભાઇના ભાઈ કૉનાભાઈ ઓડેદરાએ નવીબંદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 103 અને જી.પી. એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અજાણ્યા બંદૂક ચાલકની વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande