
જામનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : વિદેશમાં નોકરી મેળવવાની લાલચે લોકો છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. જેની વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. યુરોપના સ્લોવાકિયા દેશના વર્ક પરમિટ (વીઝા) અપાવી દેવાના બહાને જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ૫૫ ઉમેદવારો સાથે રૂા.૨.૬૮ કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે બેંગ્લુરુની આર્મ ફલાય પ્રા.લી. કંપનીના ડાયરેક્ટરો મોહમ્મદ ઉવૈશ, કેરાલા રહેતા અબ્દુલલતીફ નૈનથારમ્ વિઠ્ઠલ, સહાનાબાનુ નૈનથારમ્ વિઠ્ઠલ અને ઇમુલ સહાના વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં જામનગર રોડ પરની નવી કોર્ટ બિલ્ડિંગ પાસે શ્રીજી પાર્ક-૧માં રહેતા મિતલબેન વિનયભાઈ સુરજીવાડા (ઉ.વ.૩૮) અયોધ્યા ચોક પાસે ધ વન વર્લ્ડ બિલ્ડિંગમાં કે.એમ. ઈમીગ્રેશન કન્સ્ટલન્ટ નામની ઓફિસ રાખી સ્ટુડન્ટ વીઝા, વિઝીટર વીઝા અને વર્ક વીઝાને લગતું કામકાજ કરે છે. હાલમાં પીએચડીનો અભ્યાસ પણ કરે છે.
તેણે પોલીસને જણાવ્યું કે આર્મ ફલાય કંપનીનો મોહમ્મદ ઉવૈશ ઇમીગ્રેશન કન્સલટન્ટ તરીકે કામ કરે છે. જેણે અગાઉ તેને વર્ક પરમીટ વીઝાનું કામ અપાવતા, પરિચય થયો હતો. એક દિવસ તેણે કહ્યું કે સ્લોવાકિયા દેશમાં કામ કરવા માટે ૧૦૦ માણસોની જરૂર છે. જે કામ તેની કંપની પાસે આવ્યું છે.
તે વખતે તેની કંપનીની એચઆર મેનેજર આયેશાને તેને મેઇલ કરી એક ઉમેદવાર દીઠ રૂા. ૪.૨૦ લાખમાં ૩ મહિનામાં વીઝા અપાવી દેવાની વાત કરી હતી. વિશ્વાસ રાખી તેણે પોતાના ૬૦ ગ્રાહકોના વર્ક પરમીટ વીઝા માટે તેની કંપનીને કામ આપ્યું હતું. એટલું જ. જ નહીં તમામ ઉમેદવારોના દસ્તાવેજ મેળવી તેની સાથે રૂા. ૧૯ લાખ મોહમ્મદ ઉર્વશના અણચિ-અજબ કરાતામાં અલગ-અલગ બેન્ક ખાતામાં ઉમેદવારો
આ પછી તેના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ ઓફર લેટર પણ આપી વધુ રૂા. ૫૯ લાખ બેન્ક મારફત અને રોકડમાં લીધા હતાં. ૬૦ ઉમેદવારોમાંથી પ ઉમેદવારોએ ફોર્મ કેન્સલ કરાવ્યા હતા. આ રીતે ૫૫ માટે જુદા-ઉમેદવારોના વર્ક પરમીટ વીઝા માટે જુદા બહાના હેઠળ કટકે-કટકે રકમ લેતો ગયો હતો. પરંતુ આ ઉમેદવારના વીઝા સબમિશનની કોઈ તારીખ આપતો ન હતો. આ માટે પણ રકમ લીધી હતી. અત્યાર સુધીમાં તેને રોકડ અને બેન્ક મારફત રૂા. ૨.૬૮ કરોડ ચુકવ્યા હતાં. આમ છતાં વીઝા સબમિશનનું કામ કરી આપ્યું ન હતું. આખરે એમ કહી દીધું હતું કે કોઈ
ઉમેદવારના સ્લોવાકિયા દેશના વર્ક પરમીટ વીઝા અપાવી શકે તેમ નથી, હવે લુથિઆનિયા દેશ માટે ૪૫ દિવસમાં ટીઆરસી કાર્ડ કરી આપશે, નહીંતર ૬૦ દિવસમાં તમામ ઉમેદવારોની રકમ પરત આપી દેશે. આ કામ માટે પણ મોહમ્મદ ઉવૈશ જુદા-જુદા બહાના બતાવતો રહ્યો હતો. આખરે રશિયા ખાતેની ખાતેની વર્ક પરમીટ વીઝા એક અઠવાડિયામાં કરાવી આપવાનું કહેતા ઉમેદવારો રશિયા માટે તૈયાર થયા હતા. જે પેટે રૂ. ૬.૫૦ લાખ પણ ચૂકવ્યા હતાં.
બદલામાં તેમના રશિયાના વીઝા મોકલી આપ્યા હતા પરંતુ ત્યાં જવા માટેની કોઈ વ્યવસ્થા કરી આપી ન હતી. ત્યાર પછી આર્મ ફલાય કંપની દ્વારા તેની જાણ બહાર તેના ઉમેદવારોનો સંપર્ક કરી એર ટીકીટ આપવાના બહાને દિલ્હી બોલાવી પરંતુ ત્યાં પણ એર ટીકીટ આપવામાં આવી ન હતી. જેને કારણે તેના ઉમેદવારોને ખાલી હાથે પરત ફરવું પડયું હતું. આર્મ ફલાય પ્રા.લી.ના ડાયરેક્ટરો ઉપરાંત અરામીન ફૂડ કે જેના ખાતામાં પણ છેતરપિંડીની રકમ જમા થઈ હતી તેને આરોપી બનાવી ફરિયાદ નોંધાવાઈ છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt