ગુજરાત કેબિનેટ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ વડોદરા જિલ્લામાં, નવા નિમણૂક થયેલા વિદ્યા સહાયકોને ભરતી ઓર્ડર્સ એનાયત કર્યા
વડોદરા,13 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્તશિક્ષણ, તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે આજે શહેરનાં વિવિધ સ્કૂલોમાં સેવા આપવા જાઉનારા 35 નવા નિમણૂક
ગુજરાત કેબિનેટ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ વડોદરા જિલ્લામાં નવા નિમણૂક થયેલા વિદ્યા સહાયકોને ભરતી ઓર્ડર્સ એનાયત કર્યા


વડોદરા,13 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્તશિક્ષણ, તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે આજે શહેરનાં વિવિધ સ્કૂલોમાં સેવા આપવા જાઉનારા 35 નવા નિમણૂક થયેલા વિદ્યા સહાયકોને ભરતી ઓર્ડર્સ એનાયત કરાયા હતા.

ડૉ. વાજા વડોદરાની ડૉ. કિરણ અને પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં સહભાગી થયા હતા.

આ કાર્યક્ર્મ બાદમાં, તેઓએ વડોદરા જિલ્લામાં વિવિધ સ્કૂલોમાં સેવા આપવા માટે 35 વિદ્યાસહાયકોને ભરતી આદેશ હસ્તાંતર કર્યા હતા. વડોદરા જિલ્લામાં અંદાજે 137 વિદ્યા સહાયકોએ ભરતી આદેશ પ્રાપ્ત કર્યા હતા.

આ અવસરે ડો. વાજાએ તમામ નિમણૂંક લેનારાઓને હાર્દિક શુભેચ્છા પાઠવી અને તેમને બાળકોને શિક્ષિત કરવાના કાર્યમાં પોતે સમર્પિત રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે સૌને નમ્રતા અને દયાભાવ સાથે બાળકોને ઉછેરવા, અને તેમને દેશના જવાબદાર અને સક્ષમ ભવિષ્યના નાગરિકો બનાવવા માટે મદદ કરવાની અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande