જાંબુડા ગામે અજાણ્યા વાહનની ટક્કર, મોટરસાયકલને લાગતા 2 યુવકના મૃત્યુ
બંને યુવકો મોટરસાઇકલ લઈ બેડાકંપની જતા હતા તે અરસામાં કાળ ભરખી ગયો હતો એકનું અકસ્માત સ્થળે થયું મૃત્યુ તો બીજાનું સારવાર દરમિયાન થયું મોત ભરૂચ 14 ડિસેમ્બર (હિ.સ.) મોટા જાંબુડાના બે યુવકો મોટરસાયકલ લઇને બેડાકંપની જતા હતા તે દરમિયા
જાંબુડા ગામે અજાણ્યા વાહનની ટક્કર મોટરસાયકલને લાગતા 2 યુવકના મૃત્યુ


જાંબુડા ગામે અજાણ્યા વાહનની ટક્કર મોટરસાયકલને લાગતા 2 યુવકના મૃત્યુ


બંને યુવકો મોટરસાઇકલ લઈ બેડાકંપની જતા હતા તે અરસામાં કાળ ભરખી ગયો હતો

એકનું અકસ્માત સ્થળે થયું મૃત્યુ તો બીજાનું સારવાર દરમિયાન થયું મોત

ભરૂચ 14 ડિસેમ્બર (હિ.સ.)

મોટા જાંબુડાના બે યુવકો મોટરસાયકલ લઇને બેડાકંપની જતા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો.અકસ્માત એટલે ગંભીર હતો કે બાઈક સહિત બન્ને યુવાનો રસ્તા પર પટકાયા હતા.અકમાતમાં એકનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આ અકસ્માતોમાં કેટલાક અકસ્માતો જીવલેણ બની જતા હોય છે. અકસ્માતની એક અન્ય ઘટનામાં નેત્રંગ તાલુકાના જાંબુડા ગામ નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા.

નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ત‍ાલુકાના મોટા જાંબુડાનો આર્યનકુમાર મહેન્દ્ર વસાવા નામનો યુવક ફળિય‍ાના અન્ય યુવક વિજય ગોલસીંગ વસાવા સાથે ગતરોજ સાંજના છ વાગ્યાના સમયે ગામના એક વ્યક્તિની મોટરસાયકલ લઇને બેડાકંપની જવા નીકળ્યા હતા. આર્યનકુમાર મોટરસાયકલ ચલાવતો હતો અને વિજય પાછળ બેઠેલ હતો. ત્યારબાદ સાંજના સાત વાગ્યાના સમયે તેના ઘરે ખબર મળી હતી કે આ યુવકોની મોટરસાયકલને નાના જાંબુડા નજીક અકસ્માત થયો હતો. તેના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં બન્ને યુવકો ઇજાગ્રસ્ત થઇને રોડ પર પડેલા હતા.તેની મોટરસાયકલ પણ ત્યાં પડેલી હતી.કોઇ અજાણ્યો વાહનચાલક તેની મોટરસાયકલને અડફેટમાં લઇને અકસ્માત કરી પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો.

અકસ્માત દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિજય વસાવા ઉ.વર્ષ 31 નું ઘટના સ્થળે જ મોત થયું હતું, તેમજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આર્યનકુમારને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયો હતો,જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ પામેલ જાહેર કર્યો હતો.અકસ્માતની આ ઘટના બાબતે રાજેન્દ્ર બાબુ વસાવા રહે.મોટા જાંબુડા તા.નેત્રંગનાએ અકસ્માત કરી તેનું વાહન લઇને ઘટના સ્થળેથી નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande