મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે, ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજભાષા પ્રદર્શન અને પરીસંવાદ યોજાયો
મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે રાજભાષાના પ્રચાર અને પ્રસારના હેતુસર રાજભાષા પ્રદર્શન તથા પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં રાજભા
મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજભાષા પ્રદર્શન અને પરીસંવાદ યોજાયો


મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે રાજભાષાના પ્રચાર અને પ્રસારના હેતુસર રાજભાષા પ્રદર્શન તથા પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં રાજભાષા હિન્દીના મહત્ત્વ, ઉપયોગ અને વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજભાષા પ્રદર્શનમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને વિભાગો દ્વારા હિન્દી ભાષાના વિકાસ, સાહિત્ય, સંસ્કૃતિ અને વહીવટી ઉપયોગને ઉજાગર કરતી સામગ્રી રજૂ કરવામાં આવી હતી, જેને વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોએ રસપૂર્વક નિહાળી હતી.

પરીસંવાદ દરમિયાન વક્તાઓએ રાજભાષાના દૈનિક જીવન, શિક્ષણ ક્ષેત્ર અને સરકારી કાર્યાલયોમાં વધતા ઉપયોગ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાના અધ્યક્ષીય ભાષણમાં જણાવ્યું હતું કે, રાજભાષા દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે અને તેના ઉપયોગથી સંવાદ વધુ સરળ અને અસરકારક બને છે.

કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને શહેરના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમથી રાજભાષા પ્રત્યે જાગૃતિ વધશે અને તેના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande