ભરૂચમાં રહેતા બાંગ્લાદેશીએ 60 જેટલી યુવતીઓને સેક્સ વર્કરના વેપલામાં ધકેલી
- 10 વર્ષ પહેલા બાંગ્લાદેશી ફારૂક શેખે પશ્ચિમ બંગાળનો જન્મનો દાખલો બનાવ્યો હતો ભરૂચ, 14 ડિસેમ્બર ( હિ.સ.) : ભરૂચ જિલ્લાના સ્પા અને ગેસ્ટ હાઉસમાં દેહના વેપારના નેટવર્કનો પર્દાફાસ ભરૂચ જિલ્લા એલસીબી અને એસઓજીએ સંયુક્ત રીતે રેડ કરીને કર્યો છે. ભરૂચમા
ભરૂચમાં રહેતા બાંગ્લાદેશીએ 60 જેટલી યુવતીઓને સેક્સ વર્કરના વેપલામાં ધકેલી


ભરૂચમાં રહેતા બાંગ્લાદેશીએ 60 જેટલી યુવતીઓને સેક્સ વર્કરના વેપલામાં ધકેલી


ભરૂચમાં રહેતા બાંગ્લાદેશીએ 60 જેટલી યુવતીઓને સેક્સ વર્કરના વેપલામાં ધકેલી


ભરૂચમાં રહેતા બાંગ્લાદેશીએ 60 જેટલી યુવતીઓને સેક્સ વર્કરના વેપલામાં ધકેલી


ભરૂચમાં રહેતા બાંગ્લાદેશીએ 60 જેટલી યુવતીઓને સેક્સ વર્કરના વેપલામાં ધકેલી


- 10 વર્ષ પહેલા બાંગ્લાદેશી ફારૂક શેખે પશ્ચિમ બંગાળનો જન્મનો દાખલો બનાવ્યો હતો

ભરૂચ, 14 ડિસેમ્બર ( હિ.સ.) : ભરૂચ જિલ્લાના સ્પા અને ગેસ્ટ હાઉસમાં દેહના વેપારના નેટવર્કનો પર્દાફાસ ભરૂચ જિલ્લા એલસીબી અને એસઓજીએ સંયુક્ત રીતે રેડ કરીને કર્યો છે. ભરૂચમાં રહેતો બાંગ્લાદેશી યુવક ઘરકામ અને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાની લાલચે ભારતમાં 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને લાવ્યો હોવાની વિગતો બહાર આવ્યા બાદ પોલીસે 12 બાંગ્લાદેશી સેક્સ વર્કર અને બે પશ્ચિમ બંગાળની મહિલા મળી કુલ 14 મહિલાઓ અને ચાર પુરુષો મળી 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બાંગ્લાદેશની યુવતીઓને નોકરીની લાલચમાં ગેરકાયદે ભારતમાં લાવી અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી ભરૂચની અલફારૂક સોસાયટીમાં રેડ કરવામાં આવી હતી 14 ની ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ શહેરમાં જંબુસર બાયપાસ ચોકડી નજીક અલ ફારુક પાર્ક સોસાયટીમાં રહેતો ફારુક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ બાંગ્લાદેશી મહિલાઓને ઘરકામ બ્યુટી પાર્લરમાં નોકરી આપવાની લાલચ આપી ભારતમાં ગેરકાયદેસર બોલાવી આંતરરાજ્ય કુટણખાના ચલાવે છે અને હાલમાં રહેણાંક મકાનમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખેલ છે તેવી માહિતીના આધારે ભરૂચ એલસીબી અને એસઓજી પોલીસની ટીમ અલ ફારૂક પાર્ક સોસાયટીમાં રેડ કરતા બાંગ્લાદેશી એજન્ટ અને ચાર બાંગ્લાદેશી મહિલાઓ મળી હતી. એજન્ટ ફારૂક શેખની પૂછપરછ કરતા તે પોતે બાંગ્લાદેશી છે અને ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી પશ્ચિમ બંગાળનો ખોટો જન્મનો દાખલો બનાવી તેના આધારે 10 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રહે છે અને બાંગ્લાદેશમાં તેના સગા સંબંધીઓ તથા ઓળખીતા અને બાંગ્લાદેશ બોર્ડર પરના એજન્ટ મારફતે બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં નોકરીની લાલચ આપી તેઓને ગેરકાયદેસર ભારતમાં લાવી અલગ અલગ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપતો હોવાની વિગતો બહાર આવી હતી.

અંદાજિત 60 જેટલી મહિલાઓને ભારતમાં લાવ્યો છે અને હાલ મળી આવેલ 12 બાંગ્લાદેશી મહિલાઓને ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વગેરે રાજ્યમાં અન્ય એજન્ટોને મોકલી આપી હોવાની કબુલાત કરતા ભરૂચમાંથી 12 બાંગ્લાદેશ મહિલાઓ તથા બે પશ્ચિમ બંગાળની મહિલાઓને સંચાલકોનો સંપર્ક કરી ભરૂચ તથા અંકલેશ્વરમાં અલગ અલગ સ્પામાં સેક્સ વર્કર તરીકે મોકલી હોવાની કેફિયત રજૂ કરી હતી. ત્રણ મહિલાઓ ભરૂચના નાઝીમખાનના મુસ્કાન સ્પામાં તથા ત્રણ મહિલાઓ રહીશ શેખના ભરૂચના મંગલ બજાર સ્થિત સામાન્ય ગેસ્ટ હાઉસમાં તથા ચાર મહિલાઓ સુજીત કુમાર ઝાના અંકલેશ્વર ખાતેના ગોલ્ડન સ્પામાં સેક્સ વર્કર તરીકે મોકલેલ હોવાનું બહાર આવતા તમામ બાંગ્લાદેશે મહિલાઓને પકડી પાડવામાં આવી છે .

ઝડપાયેલ ગેસ્ટ હાઉસ અને સ્પા સંચાલકોના નામ:

- ફારૂક શોએબ શેખ રહે અલફારૂક પાર્ક સોસાયટી કંથારીયા રોડ ભરૂચ મૂળ રહે બાંગ્લાદેશ,

- નાઝીમખાન સઈદખાન. રહે. જૂની કોલોની અંકલેશ્વર,

- રઈશ મોહમ્મદ રફીક શેખ રહે. મોફેસર જીન કમ્પાઉન્ડ મંગળ બજાર સ્ટેશન રોડ ભરૂચ,

- સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા રહે. સર્જન ટાવર કાપોદ્રા પાટિયા અંકલેશ્વર .

બાંગ્લાદેશનું આઈડી અને પાંચ મોબાઇલ કબજે કરાયા ભરૂચ અને અંકલેશ્વરના સ્પામાંથી સેક્સ વર્કર તરીકે રહેતી બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લઇ પૂછપરછ કરતા તેમણે ફારૂક શેખે નોકરી અપાવવાના બહાને લાવી વિવિધ ગેસ્ટ હાઉસો અને સ્પામાં દેહના વેપારમાં ધકેલી દીધી હોવાનું કહેતા આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ તથા બાંગ્લાદેશના નેશનલ આઇડી કાર્ડ અને કુટણખાનાને લગતો સામાન મળી 65,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે.

ગેરકાયદેસર ઘુસેલા બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલાશે. ભારતમાં 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને નોકરીની લાલચે ગેરકાયદેસર લાવી દેહના વેપારમાં ધકેલી હોય તેમાંથી 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની અને બાંગ્લાદેશી એજન્ટ ગેરકાયદેસર ભરૂચમાં ઘૂસ્યા હોય જેથી તેમને તેમના વતન બાંગ્લાદેશ તમામ પ્રોસેસ કરી પરત મોકલી દેવામાં આવશે તેમ ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande