જામનગરમાં રૂ.2.43 કરોડની છેતરપિંડીમાં પકડાયેલ વેપારી ચાર દિવસના રિમાન્ડ ઉપર
જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : સરકારની ઓનલાઈન જીઈએમ પોર્ટલ વેબસાઈટના નામે જીઈએમ પોર્ટલના બોગસ ર્વક ઓર્ડર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને લોકોને નફો આપવાની લાલચ આપીને રૂ.2.43 કરોડની છેતરપિંડી આચરનાર શખસને અમદાવાદથી જામનગર પોલીસે ઝડપી લઈને ચાર દિવસના
છેતરપિંડીનો આરોપી રિમાન્ડ ઉપર મુકાયો


જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : સરકારની ઓનલાઈન જીઈએમ પોર્ટલ વેબસાઈટના નામે જીઈએમ પોર્ટલના બોગસ ર્વક ઓર્ડર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને લોકોને નફો આપવાની લાલચ આપીને રૂ.2.43 કરોડની છેતરપિંડી આચરનાર શખસને અમદાવાદથી જામનગર પોલીસે ઝડપી લઈને ચાર દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ હાથ ધરી છે.

શહેરના ગુલાબનગર આદિત્ય પાર્કમાં રહેતા અને કોન્ટ્રાકટ લાઈન સાથે સંકળાયેલા અશ્વિનભાઈ વશરામભાઈ વારા (ઉ.વ.41) નામના આસામી એકાદ વર્ષ પહેલા મિત્ર થકી મનસીલ હર્ષદભાઈ કોયા (રે.નાગર ચકલો, સારા કુવાની સામે હવાઈ ચોક-જામનગર) સાથે સંપર્ક થયો હતો.યુવાને કટકે-કટકે આરોપીને રૂ.48.50 લાખ આપ્યા હતા. જે બાદ નફો કે, મુળ રકમ ન આપીને છેતરપિંડી આચરી હતી. જેથી અન્ય વ્યક્તિઓ સાથે ચીટીંગ થયાનું સામે આવતા યુવાને 15 વ્યક્તિઓ સાથે રૂ.2.43 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે પીઆઈ નિકુંજસિંહ ચાવડાએ ટીમ સાથે તપાસ હાથ ધરી હતી અને અમદાવાદથી આરોપી મનસીલ કોયાને ઝડપી લીધો હતો. શખસ જીઈએમ પોર્ટલ ઉપરથી અલગ-અલગ ગ્રામ પંચાયતમાં ડસ્ટબીન, સ્ટ્રીટ લાઈટશે. આર.ઓ.પ્લાન્ટ વગેરે સરકારી કામ માટે વર્ક ઓર્ડરોના દસ્તાવેજો બતાવીને ટકાવારીમાં નફો આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને અંદાજે 18 જેટલા શખસો પાસેથી રૂ.2.43 કરોડની ચીટીંગ કર્યાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે તેની ધરપકડ કરીને ચાર દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ આરંભી છે. આ પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે તો હજુ છેતરપિંડીનો ભોગ બનેલા વ્યકિતઓ સામે આવશે. હાલ તો પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરીને બેંક એકાઉન્ટ સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. આમ આ ચીટીંગના કેસમાં અનેક રહસ્યો પ્રકાશમાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande