જામનગરની 9 કંપનીઓ દ્વારા રૂ.5716 કરોડના એમઓયુ સંપન્ન : 2 હજારથી વધુ યુવાઓને રોજગારી મળશે
જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : VGRCની શૃંખલા અન્વયે જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 9 કંપનીઓ દ્વારા રૂ. 5716 કરોડની રકમના એમ.ઓ.યુ.કરવામા આવ્યા હતા. જેનાથી અંદાજીત બે હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી શકશે. પાવર, ઓઈલ અને ગેસ
કંપનીના એમઓયુથી મળશે રોજગારી


જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : VGRCની શૃંખલા અન્વયે જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 9 કંપનીઓ દ્વારા રૂ. 5716 કરોડની રકમના એમ.ઓ.યુ.કરવામા આવ્યા હતા. જેનાથી અંદાજીત બે હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી શકશે.

પાવર, ઓઈલ અને ગેસ (પુનઃ પ્રાપ્ય ઉર્જા) સેક્ટરમાં ઓપવીન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ(રૂ.૩૩૬૮ કરોડ), જામનગર રીન્યુએબલ્સ વન એન્ડ ટુ પ્રાઈવેટ લિમિટેડ (રૂ.૧૭૦૩ કરોડ) તથા સુઝલોન વેસ્ટર્ન ઇન્ડિયા પ્રોજેક્ટલિમિટેડ કંપની (રૂ. ૬૦૦ કરોડ) દ્વારા વીન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટસ આવનારા ૩ વર્ષોમાં કાર્યાન્વિત કરાશે, જેનાથી અંદાજે ૧૭૨૫થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે.

એન્જિનિયરીંગ, ઓટો એન્ડ અધર ઇન્ડસ્ટ્રીઝના સેક્ટરમાં શિવ ઓમ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ(રૂ. ૨૫ કરોડ), મેટલેકસ એકસટ્રુઝન(રૂ. ૬.૫ કરોડ), એટલાસ મેટલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (રૂ. પ કરોડ), રેમબેમ પી.જી.એમ.લિમિટેડ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (રૂ. પ કરોડ) અને યલ્લો ગોલ્ડ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની(રૂ. ૩.પ કરોડ) દ્વારા એલ્યુમિનિયમ એકસટ્રુઝન પ્લાન્ટ (aluminium extrusion plant), aluminium and copper lugs, ઈ વેસ્ટ રીસાયકલીંગ, કેમિકલ પ્રોડક્ટસ અને બ્રાસ પાર્ટસના ક્ષેત્રે કામગીરી હાથ ધરવામાં આવશે, જેનાથી અંદાજીત 400થી વધારે લોકોને રોજગારી મળી શકશે. આ તમામ પ્રોજેક્ટસ વર્ષ-2026માં શરૂ થવાની ધારણા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande