પાટણમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ ખાતે પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર ભટ્
પાટણમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ


પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ ખાતે પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર ભટ્ટ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન પાટણ જિલ્લામાં SIR અંતર્ગત થયેલી કામગીરી અંગે PPT દ્વારા વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લામાં કુલ 12,19,104 મતદારોમાંથી 11,11,553 મતદારોના ગણતરી ફોર્મ મળ્યા હોવાનું અને તેનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયાનું જણાવાયું હતું. જોકે, તેમાંના આશરે 28,000 મતદારોનું મેપિંગ (2002ની મતદાર યાદીમાં નામ) મળી શક્યું નથી.

આ ઉપરાંત 1,07,551 મતદારોના ગણતરી ફોર્મ પરત ન મળતા તેમના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ ન થવાની માહિતી આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં નોંધાયેલા 25,425 મૃત્યુ પામેલા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહી તથા 13,034 શોધી ન શકાય તેવા કે ગેરહાજર મતદારો અંગે લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જણાવાયું હતું કે ડિજિટાઈઝેશનની કામગીરીમાં પાટણ જિલ્લો સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંકે છે. પ્રભારી સચિવ મમતા વર્માએ મતદાર યાદીની ચોકસાઈ, પારદર્શિતા અને સમયમર્યાદામાં પૂર્ણતા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું તથા બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande