જામનગરના દરેડ જીઆઇડીસી નજીક ચેલાની સીમમાં નદીના પ્રવાહને, અવરોધરૂપ કચરાનું ડમ્પીંગ
જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર નજીકના દરેડ જીઆઈડીસીના સામેના ભાગમાં આવેલા ચેલા ગામની સીમમાં અને રંગમતી નદીના પ્રવાહ માર્ગમાં રોજ મોડી રાત્રે ટનબંધ કચરો લાવીને ઠાલવવાના કાળા કારોબારની ફરિયાદ ઓક્ટોબર માસમાં ફોટા સાથે કરવા છતાં આ ફરિયાદ કલેક્ટર
કલેક્ટર કચેરી જામનગર


જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર નજીકના દરેડ જીઆઈડીસીના સામેના ભાગમાં આવેલા ચેલા ગામની સીમમાં અને રંગમતી નદીના પ્રવાહ માર્ગમાં રોજ મોડી રાત્રે ટનબંધ કચરો લાવીને ઠાલવવાના કાળા કારોબારની ફરિયાદ ઓક્ટોબર માસમાં ફોટા સાથે કરવા છતાં આ ફરિયાદ કલેક્ટર કચેરીથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી સુધી હજી પહોંચી જ નથી અને અધિકારીઓ પણ માહિતગાર ન હોવાથી કોઈ પગલા જ લેવાયા નથી. પરંતુ આ સુનિયોજિત પ્રદુષણને રોકવામાં આવે તેવી લોક લાગણી છે. ગ્રામ પંચાયતના સભ્યોની લેખિત રજુઆતમાં સરપંચના પતિ સામે પણ આક્ષેપ કરાયો છે.

જીઆઈડીસી નજીકના ચેલા ગામની સીમમાં આવેલા રામાપીરના મંદિર વિસ્તારની આસપાસમાં છેલ્લા ચાર માસથી સરકારની ગૌચરની અને ખરાબાની જમીનને શોધીને આયોજનપુર્વક રાત્રે 11 થી સવારે પાંચ વાગ્યા સુધીમાં જીઆઈડીસીમાંથી એકઠો થતો ટનબંધ કચરો બે-રોકટોક નદીના પ્રવાહ અને આસપાસમાં ફેલાવીને આયોજનપુર્વક પ્રદુષણ ફેલાવવાની પ્રવૃત્તિ થઈ રહી છે.

આ કચરામાં રોજ આગ લાગેલી રહેતી હોવાથી હવે ચેલા ગ્રામજનોને પણ આ કચરાના ધુમાડાની દુર્ગંધની અસર પહોંચે તેવી સ્થિતિ છે. આ મુદ્દે ચેલા ગ્રામ પંચાયતના સભ્યો સોલંકી કિરણસિંહ, કણઝારીયા કલ્પનાબેન જીતુભાઈ, કેર ચાંદનીબા ઋષિરાજસિંહ, ખરા ભીખાભાઈ તથા નકુમ રજનીશભાઈએ ના.9/10/2025ના રોજ જામનગર કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ કરીને જણાવ્યું છે કે, રામાપીરના મંદિર પાસે ગેરકાયદે કચરો નંખાવતો હોવાથી નદીના તળ અને ખેતી લાયક જમીનને નુકશાન થશે. કચરો નાંખવા આવેલા વાહનના ડ્રાઈવર પાસેથી જાણવા મળ્યું કે, સરપંચ અને સરપંચ દ્વારા ચેલા ગ્રામ પંચાયતની હદમાં તમામ જાતના કચરાનો નિકાલ કરવા મૌખિક પરવાનગી અપાઈ હોવાનો અને અજીત પટેલ નામના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી થતી હોવાનો કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ પ્રદુષણ બંધ કરાવવા અને જવાબદારો સામે પગલા લેવા ગ્રાજનોની માંગણી છે. તંત્ર ક્યારે પગલા લેશે?

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande