
ગાંધીનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ સેક્ટર 10 સ્થિત મીનાબજાર ખાતે દુકાનોના બાકી ભાડાની વસૂલાત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંબા સમયથી નોટિસ પાઠવવા છતાં ભાડું ભરપાઈ ન કરનાર 8 દુકાનોને સીલ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મીનાબજાર ખાતેની કુલ 10 દુકાનોનું કુલ રૂ. 1263137 જેટલું ભાડું લાંબા સમયથી બાકી હતું. આ અંગે જે-તે સમયે દુકાનદારોને નોટિસ પાઠવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં નિયત સમયમાં રકમ જમા ન થતા કોર્પોરેશનની ટીમ દ્વારા સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કુલ બાકી લેણાંમાંથી રૂ. 3,10,000 ની રકમ સ્થળ પર જ ચેક મારફતે વસૂલ કરવામાં આવી છે. જ્યારે બાકીની રકમ ભરપાઈ ન થતા કુલ 8 દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ