જિલ્લાની તાલાલા અને કોડીનાર સુગર મીલો, ટુક સમય માં ઘમઘમતી થવાને લઈ ખેડૂતો માં ખુશી ને લહેર
ગીર સોમનાથ 14 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાની તાલાલા અને કોડીનાર સુગર મીલો ટુક સમય માં ઘમઘમતી થવાને લઈ ખેડૂતો માં ખુશી ને લહેર વ્યાપી તાલાલા સુગર મીલ અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા એક દાયકાથી બન હાલતમાં હતી જેને લઈને ગીરમાં શેરડી પ
જિલ્લાની તાલાલા અને કોડીનાર


ગીર સોમનાથ 14 ડિસેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાની તાલાલા અને કોડીનાર સુગર મીલો ટુક સમય માં ઘમઘમતી થવાને લઈ ખેડૂતો માં ખુશી ને લહેર વ્યાપી તાલાલા સુગર મીલ અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા એક દાયકાથી બન હાલતમાં હતી જેને લઈને ગીરમાં શેરડી પકાવતા ખેડૂતો ને પોષણ ભાવ ના મળી રહ્યા હતા તો હવે બંને સુગર મીલ 10 થી 15 દિવસમાં શરૂ થશે તો ખેડૂતોને એક ટન શેરડીના ₹3,000 જેવો ભાવ પણ આપવામાં આવશ

ગીર સોમનાથ જિલ્લાની આર્થિક અને ખેતી આધારિત વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી તાલાલા અને કોડીનાર સુગર મિલો ટૂંક સમયમાં ફરી ધમધમતી થવાની છે. વર્ષો સુધી બંધ હાલતમાં રહેલી આ બંને સુગર મિલોને ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) દ્વારા ફરી શરૂ કરવામાં આવી રહી છે, જેને કારણે સમગ્ર જિલ્લામાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે તાલાલા સુગર ફેક્ટરી છેલ્લા 13 વર્ષથી બંધ હાલતમાં હતી, જ્યારે કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 11 વર્ષથી બંધ હતી. આ બંને સુગર મિલો બંધ રહેવાના કારણે હજારો ખેડૂતોને પોતાની શેરડી વેચવા માટે સ્થાનિક રાબડા માં જવું પડતું હતું, જેના કારણે તેમને ઓછો ભાવ મળતો અને પરિવહન ખર્ચ પણ વધતો હતો. હવે આ બંને મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને શેરડીના સારા ભાવ મળશે

સુગર મિલના મેનેજમેન્ટ દ્વારા મળેલી માહિતી મુજબ, હાલ બંને મિલોમાં મશીનરીની મરામત, બોઇલરોની તપાસ અને જરૂરી ટેકનિકલ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. બોઇલરો ફરી ધમધમતા થયા છે અને ઉત્પાદન પ્રક્રિયા માટે તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે. આવનારા 10થી 15 દિવસમાં શેરડીનું કટીંગ અને પિલાણ પ્રક્રિયા શરૂ થશે, તેવો વિશ્વાસ સુગર મિલના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

સુગર મિલો શરૂ થવાના સમાચાર સાથે જ ખેડૂતો માટે સૌથી ખુશીની વાત એ છે કે તેમને એક ટન શેરડીના 3000 રૂપિયાનો ભાવ મળશે. છેલ્લા ઘણા વર્ષોથી શેરડીના યોગ્ય ભાવ માટે સંઘર્ષ કરી રહેલા ખેડૂતો માટે આ ભાવ રાહતરૂપ સાબિત થશે.

સુગર મિલના મેનેજમેન્ટ અનુસાર, કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગને આશરે બે લાખ મેટ્રિક ટનથી વધુ શેરડી મળશે, જ્યારે તાલાલા સુગર મિલને એકથી દોઢ લાખ મેટ્રિક ટન શેરડી ઉપલબ્ધ થવાની શક્યતા છે. આટલી મોટી માત્રામાં કાચા માલની ઉપલબ્ધતા હોવાના કારણે સુગર મિલો લાંબા સમય સુધી સતત ચાલતી રહેશે અને તમામ ખેડૂતોની શેરડીનું સમયસર કટીંગ કરવામાં આવશે, તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

તાલાલા, કોડીનાર, અને આસપાસના ગામોના ખેડૂતો લાંબા સમયથી સુગર મિલો શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે સુગર મિલો ફરી શરૂ થવાની ઘોષણા થઈ છે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande