
ગીર સોમનાથ 14 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ પોલીસ પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ (૧) ડોશી આંબા શાળામાં 1 શિક્ષક તથા 91 વિદ્યાર્થીઓ તથા (૨) પ્રભાસ પાટણ સીમ શાળામાં 10 શિક્ષકો તથા 160 વિદ્યાર્થીઓને મહિલા પોલીસ સ્ટાફ (શી ટીમ) દ્વારા સાયબર ક્રાઈમ લગત માહિતી આપવામાં આપેલ તથા સાયબર ક્રાઈમથી બચવા માટે સમજ કરવામા આવેલ.
શાળામાં અભ્યાસ કરતા બાળકોમા જાગ્રુતી ફેલાય તે સારુ, તેમજ મહિલા સુરક્ષા અનુસંધાને “ગુડ ટચ, બેડ ટચ” તેમજ હ્યુમન ટ્રાફીકિંગ અંગે માર્ગદર્શન આપવામા આવેલ. ઈ-એફ.આઈ.આર.(e-FIR), સીટીઝન પોર્ટલ(Citizen Portal) તેમજ પોલીસ દ્વારા આપવામા આવતી સેવાઓ વિષે માહિતગાર કરવામા આવેલ.
શાળામાં અભ્યાસ કરતા બાળકોને વિવિધ હેલ્પલાઇન સાયબર હેલ્પલાઇન ૧૯૩૦”, “ ઈમરજંસી હેલ્પલાઇન DIAL 112”, “મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ વિષે માહિતી આપવામા આવી તથા જરૂર જાણાય ગીર સોમનાથ જીલ્લા પોલીસ નો સમ્પર્ક કરવા માહિતગાર કરવામા આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ