
ગીર સોમનાથ 14 ડિસેમ્બર (હિ.સ.)
મોરડીયા નેશનલ હાઇવે થી સોલાજ ગામ સુધી કુલ 3.150 કિલોમીટર લાંબા માર્ગના પુનઃનિર્માણ અને રોડ વાયડનિંગ કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.સ્થાનિક આગેવાનો, વિભાગીય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં યોજાયો હતો.
તાલાલા-સુત્રા પાડા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાન બારડ તથા સાંસદ રાજેશ ચુડાસમા દ્રારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.અને કામ મંજુર કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીર સિંહ ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય અરશીચાવડા, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ