હડમતીયા ગીર ગામે આંબા પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિષય પર તાલીમ યોજાઈ
ગીર સોમનાથ, 14 ડિસેમ્બર (હિ.સ.) : હડમતીયા ગીર ગામે આંબા પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિષય પર તાલીમ યોજાઈ હતી. તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામ ખાતે આંબા પાકમાં પ્રાકૃતિક માવજત સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ વિષય પર પ્રાકૃતિક ફાર્મ પર તાલીમ યોજવામાં આ
હડમતીયા ગીર ગામે આંબા પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિષય પર તાલીમ યોજાઈ


ગીર સોમનાથ, 14 ડિસેમ્બર (હિ.સ.) : હડમતીયા ગીર ગામે આંબા પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિષય પર તાલીમ યોજાઈ હતી. તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામ ખાતે આંબા પાકમાં પ્રાકૃતિક માવજત સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ વિષય પર પ્રાકૃતિક ફાર્મ પર તાલીમ યોજવામાં આવી. જેમાં તાલાળા તાલુકાના વિવિધ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો અને જોડાયા હતા.

જે અંતર્ગત હડમતીયા ગીર ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ અમીપરા કે જેઓ છેલ્લા 8 વર્ષથી આંબા પાકમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય તેના ફોર્મ પર જ બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, દશ પર્ણી અર્ક, જીવામૃત વગેરે બનાવી લાઇવ ખેડૂતોને બતાવવામા આવ્યું. આ તાલીમ અંતર્ગત નાયબ ખેતી નિયામક વિસ્તરણ પુષ્પકાન્ત સુવર્ણકર સેન્ટર ઓફ એક્સલન્સના બાગાયત અધિકારી વિજયસિંહ બારડ, બાગાયત નિરીક્ષક એમ. પી. રામોલીયા આત્મા માંથી તમામ સ્ટાફ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ઝેર મુક્ત આંબા પાકની ખેતી પર ગહન ચર્ચા વિચારણા કરીને અમલવારી કરવા અંગે અનુરોધ કરવામાં આવ્યો સાથે સાથે જળ, જમીન, પર્યાવરણ અને માનવ તંદુરસ્તી માટે ઉપયોગી આ ખેતી વિશે સંપૂર્ણ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande