શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે પોતાના નોકરીદાતા, પત્ની અને 12 વર્ષીય છોકરા પર છરી વડે હુમલો
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે પોતાના નોકરીદાતા અલી ઉર્ફે અલ્યારખાન ભટ્ટી, તેમની પત્ની મેમુદાબીબી અને 12 વર્ષીય પુત્ર અરશદ પર છરી વડે હુમલો કર્યો. ઘટના મધરાત્રે લગભગ બે વાગ્યે બની હત
શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે પોતાના નોકરીદાતા, પત્ની અને 12 વર્ષીય છોકરા પર છરી વડે હુમલો


પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે પોતાના નોકરીદાતા અલી ઉર્ફે અલ્યારખાન ભટ્ટી, તેમની પત્ની મેમુદાબીબી અને 12 વર્ષીય પુત્ર અરશદ પર છરી વડે હુમલો કર્યો. ઘટના મધરાત્રે લગભગ બે વાગ્યે બની હતી. ત્રણેયને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

અલી ભટ્ટી તેમના તબેલામાં છૂટક મજૂરી માટે સોહિલ રસુલખાન કુરેશીને રાખતા હતા. 12 ડિસેમ્બરે રાત્રે મજૂરીના બાકી પૈસાની માંગણી થતાં “સગવડ થશે ત્યારે આપશું” એવું કહેવામાં આવ્યું હતું. આ બાબતે રોષે ભરાયેલા સોહિલે મધરાત્રે અલી ભટ્ટીના ઘરે જઈ બૂમાબૂમ કરી અને સૂતેલા અલી ભટ્ટીના ગળા પર છરીનો ઘા માર્યો.

બચાવ કરવા વચ્ચે પડેલી પત્ની મેમુદાબીબી અને ફોન કરી રહેલા પુત્ર અરશદને પણ છરીના ઘા વાગ્યા. લોકો ભેગા થતા હુમલાખોર નાસી ગયો. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં અલી ભટ્ટી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande