
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુર ખાતે H.M.D. EV બાઈક પોઈન્ટ ઇલેક્ટ્રિક શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી ઠાકોરે શોરૂમના સંચાલકો માનસિંહજી ખુમાજી ઠાકોર, હમીરભાઈ આર. ચૌધરી અને દર્શનભાઈ બાબુલાલ ઠક્કરને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે નવા ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયની શરૂઆતને અભિનંદન આપીને પર્યાવરણમિત્ર પરિવહન ક્ષેત્રે આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ