
જૂનાગઢ 14 ડિસેમ્બર (હિ.સ.) માળીયાહાટીના તાલુકા હેલ્થ ઓફીસ અને આર. બી. એસ. કે. ટીમ દ્વારા ટોબકો ફ્રી યૂથ કેમ્પેઇન ૩.૦ અંતર્ગત એમ. એચ. ગાર્ડી વિદ્યાલય , લાઠોદ્રા માં વ્યસન મૂકતી અંતર્ગત ચીત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના વિધાર્થીઓ એ વ્યસન મુક્તિ અને વ્યસન થી થતા નુકસાનો અંગે પોતાના વિચારો ચિત્ર મારફત રજૂ કર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો આવનાર બાળકો ને તાલુકા હેલ્થ ઓફિસ માળિયા વતી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ભાગ લીધેલ તમામ ને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ અંગે RBSK એમ.ઓ ડો. નરેન્દ્ર વોરા અને ટીમ દ્વારા તમાકુ અને વ્યસન થી થતા નુકશાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને તેમજ તેમના પરિવારને વ્યસન ના દૂષણ થી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડોડીયા અને સ્ટાફ દ્વારા સંકલન કરવામાં આવ્યુ હતુ. અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેશ કછોટ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ