
જુનાગઢ 14 ડિસેમ્બર (હિ.સ.) વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ, પે. સેન્ટર કન્યાશાળા, સરકારી પ્રા. શાળા માંડાવડ તેમજ મોટી પીંડાખાઈ પ્રા. શાળા સહિતની શાળાઓમાં ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટ પૂણ્યતિથિ, ભારતીય કાસ્ય શિલ્પકાર જસુબેન શિલ્પી જન્મજયંતી, આયુર્વેદશ અને વૈદ બાપાલાલ વૈદ પૂણ્યતિથિ, સ્વતંત્રતા સેનાની, લેખક અને વકીલ ચક્રવર્તી રાજગોપાલાચારી જન્મજયંતી, રસાયણશાસ્ત્રી અને ઈજનેર આલ્ફ્રેડ નોબેલ પૂણ્યતિથિ તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ સહિતના દિન વિશેષ અંતર્ગત દરેક શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધાઓ યોજાઈ હતી. તમામ સ્પર્ધકોને લાયન્સ કલબ દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ