જુનાગઢ લોક અદાલતમાં એક જ દિવસમાં 2928 કેસોનો નિકાલ
જૂનાગઢ, 14 ડિસેમ્બર (હિ.સ.) : નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જૂનાગઢ દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાધીશ બી જી દવેના વડ
જુનાગઢ  લોક અદાલતમાં


જૂનાગઢ, 14 ડિસેમ્બર (હિ.સ.) : નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જૂનાગઢ દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાધીશ બી જી દવેના વડપણ હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટર અકસ્માત, બેંક લેના લગ્ન સબંધી, સામાન્ય મારા મારી જેવા મળી કુલ 2928 કેસોનો નિકાલ કરવા માં આવ્યો હતો. સવાર થી જ પક્ષકારો તેમજ વકીલોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર લોક અદાલત ને સફળ બનાવવા માટે જિલ્લા જજ દવે તથા સચિવ ચંદનાની એ વકીલો પક્ષકારોનો આભાર માન્યો હતો. જેમા મોટર અકસ્માતના ૨૭ કેસો માં ૧,૧૨,૮૮૦૦૦/- જેવી રકમનું સમાધાન થયું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande