જૂનાગઢમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાએ વિવિધ રમતોની સ્પર્ધાઓનો પ્રારંભ
જૂનાગઢ, 14 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તા. ૧૪ થી ૧૬ ડીસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ કબડ્ડી, ખો-ખો, યોગાસન, એથ્લેટીક્સ, ૬ એન્ડ સાઈટ ટેનીસ ક્રિકેટની સ્પર્ધાઓ યોજાશે. અને તા. ૧૮ થી ૨૦ ડીસેમ્બર દરમિયાન વિધાનસભા કક્ષાએ સ્પર્ધા
જૂનાગઢમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાએ વિવિધ રમતોની સ્પર્ધાઓનો પ્રારંભ


જૂનાગઢ, 14 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તા. ૧૪ થી ૧૬ ડીસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ કબડ્ડી, ખો-ખો, યોગાસન, એથ્લેટીક્સ, ૬ એન્ડ સાઈટ ટેનીસ ક્રિકેટની સ્પર્ધાઓ યોજાશે. અને તા. ૧૮ થી ૨૦ ડીસેમ્બર દરમિયાન વિધાનસભા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. જેમાંથી વિજેતા ખેલાડીઓ અને ટીમો તા. ૨૪ થી ૨૫ ડીસેમ્બર દરમિયાન યોજાનાર સાંસદ ફિનાલેમાં ભાગ લેશે.

જેમાં તાલુકાકક્ષાની પાંચ રમતો કબડ્ડી, ખો-ખો, યોગાસન, એથ્લેટીક્સ ૬ અને સાઈટ ટેનીસ ક્રિકેટની સ્પર્ધાઓ તા. ૧૪ ડીસેમ્બર થી ૧૬ ડીસેમ્બર તાલુકાકક્ષાએ માણાવદર બાલકૃષ્ણ શૈક્ષણિક સંકુલ, માણાવદર, વંથલી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ વંથલી, મેંદરડા ખાતે ગ્રામ પંચાયત હાઇસ્કુલ, મેંદરડા ખાતે અને વિધાનસભાની સ્પર્ધાઓ તા.૧૮ ડીસેમ્બર અને ૧૯ ડીસેમ્બર ના રોજ માણાવદર ખાતે સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે યોજાશે. તથા વિધાનસભા કેશોદ અને માંગરોળ ની સ્પર્ધા પી.વી.એમ. ઈન્ટરનેશનલ સ્કુલ, વેરાવળ રોડ, કેશોદ ખાતે યોજાશે.

સાંસદ ખેલ મહોત્સવમાં તાલુકા કક્ષાએ અને વિધાનસભા વિજેતા ખેલાડીઓ અને ટીમો તા. ૨૪ થી ૨૫ ડીસેમ્બર દરમિયાન યોજાનાર સાંસદ ફિનાલેમાં ભાગ લેશે. આ સાંસદ ખેલ મહોત્સવમાં જુદી જુદી ત્રણ વય જુથ માટે સ્પર્ધો યોજાશે. જેમાં ૮ થી ૧૭ વર્ષ, ૧૭ થી ૪૦ વર્ષ અને ૪૦ થી ૧૦૦ વર્ષની ઉમરના ખેલાડીઓ ભાગ લેશે. પોરબંદર લોકસભામાંથી ૩૫,૦૦૦થી વધુ ખેલાડીઓ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫માં ભાગ લેવા ઓનલાઈન નોંધણી કરાવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા.૧૪ ના સાંસદ ખેલ મહોત્સવ પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.

આ ઉપરાંત પોરબંદર લોકસભાના સાંસદની પહેલ થી જે ખેલાડીઓ ઓનલાઈન નોંધણી કરાવી શક્યા ન હોય તેવા ખેલાડીઓને પણ આ ખેલ મહોત્સવમાં સ્પર્ધા સ્થળે નોંધણી કરાવી ભાગ લઇ શકશે એમ જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢ એ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande