ટીંબા રોડ, સતલાસણામાં ખનિજ ચોરી સામે મોટી કાર્યવાહી: રૂ. ૬૦ લાખની સાદી રેતી અને બિલ્ડિંગ સ્ટોન જપ્ત, રૂ. ૪.૫૯ લાખનો દંડ ફટકારાયો
મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.) ટીંબા રોડ, સતલાસણા ખાતે ખનિજ ચોરી સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ બે ડમ્પર વાહનો દ્વારા ગેરકાયદેસર રીતે સાદી રેતી તથા અધર બિલ્ડિંગ સ્ટોનનું ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની
ટીંબા રોડ, સતલાસણામાં ખનિજ ચોરી સામે મોટી કાર્યવાહી: રૂ. ૬૦ લાખની સાદી રેતી અને બિલ્ડિંગ સ્ટોન જપ્ત, રૂ. ૪.૫૯ લાખનો દંડ ફટકારાયો


મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.)

ટીંબા રોડ, સતલાસણા ખાતે ખનિજ ચોરી સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ બે ડમ્પર વાહનો દ્વારા ગેરકાયદેસર રીતે સાદી રેતી તથા અધર બિલ્ડિંગ સ્ટોનનું ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં અંદાજિત રૂ. ૬૦ લાખની કિંમતના ખનિજનો જથ્થો ગેરકાયદેસર રીતે લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું.

સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી બંને ડમ્પર વાહનો અટકાવી ખનિજ સામગ્રી સાથે જપ્ત કર્યા હતા. જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરતાં ખનિજ પરવાનગી, રોયલ્ટી પાસ તેમજ અન્ય ફરજિયાત કાગળો હાજર ન હોવાને કારણે ખનિજ ચોરી સાબિત થઈ હતી. નિયમ મુજબ કાર્યવાહી કરીને દોષિતો સામે કુલ રૂ. ૪.૫૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ખનનથી સરકારને મોટું આર્થિક નુકસાન થાય છે તેમજ પર્યાવરણને પણ ગંભીર અસર પડે છે. આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે અને આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ કાર્યવાહીથી ખનિજ ચોરી કરનાર તત્વોમાં ચેતના ફેલાઈ છે અને કાયદાનું પાલન કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande