અમરેલી જિલ્લામાં એસએમસીની મોટી કાર્યવાહી: બાબરા તાલુકાના ગળકોટડી ગામેથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો
અમરેલી, 14 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાંથી એક મોટી અને ચોંકાવનારી ન્યૂઝ સામે આવી રહી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામે SMC (સ્પેશિયલ મોનિટરિંગ સેલ) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા ખેતરમાં છુપાવી રાખવામાં આવેલો વિદેશી દારૂનો વિશ
અમરેલી જિલ્લામાં SMCની મોટી કાર્યવાહી: બાબરા તાલુકાના ગળકોટડી ગામેથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો


અમરેલી, 14 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાંથી એક મોટી અને ચોંકાવનારી ન્યૂઝ સામે આવી રહી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામે SMC (સ્પેશિયલ મોનિટરિંગ સેલ) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા ખેતરમાં છુપાવી રાખવામાં આવેલો વિદેશી દારૂનો વિશાળ જથ્થો SMCની ટીમે ઝડપી પાડ્યો છે. જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલમ વધે તે પહેલા જ SMCની ટીમે સમયસર ત્રાટકીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી મુજબ, લાંબા સમયથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ સંગ્રહ અને વિતરણ થવાની ગુપ્ત બાતમી SMCને મળી હતી. જેના આધારે ટીમે સુચિત યોજના બનાવી ગળકોટડી ગામની હદમાં આવેલા ખુલ્લા ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાં છુપાવી રાખવામાં આવેલો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને કબજે કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, કોને સપ્લાય થવાનો હતો અને આ પાછળ સંકળાયેલા મુખ્ય આરોપીઓ કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. SMCની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાને ખોરવતા કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande