મોજે રણછોડપુરા, તા. બેચરાજીમાં ગામ રેકોર્ડની તપાસ સાથે, ગ્રામજનો સાથે સંવાદ
મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ મોજે રણછોડપુરા, તાલુકો બેચરાજી ખાતે સરકારી અધિકારીઓ અને કલેક્ટરે દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગામના વિવિધ રેકોર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. જમીન રેકોર્ડ, વસતી નોંધ, વિકાસ સંબંધ
મોજે રણછોડપુરા, તા. બેચરાજીમાં ગામ રેકોર્ડની તપાસ સાથે ગ્રામજનો સાથે સંવાદ


મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.)

આજ રોજ મોજે રણછોડપુરા, તાલુકો બેચરાજી ખાતે સરકારી અધિકારીઓ અને કલેક્ટરે દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગામના વિવિધ રેકોર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. જમીન રેકોર્ડ, વસતી નોંધ, વિકાસ સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય વહીવટી માહિતીની યોગ્યતા અને અદ્યતન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

ગામની મુલાકાત દરમિયાન સામાન્ય દફ્તર તપાસણી ફોર્મ ભરીને જરૂરી નોંધો કરવામાં આવી હતી. દફ્તર વ્યવસ્થાપન, રેકોર્ડ જાળવણી, ફાઇલ સંભાળ અને સરકારી માર્ગદર્શિકાઓ મુજબ કામગીરી થાય છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ રેકોર્ડમાં ક્યાંય ખામી જણાય તો તે સુધારવા માટે તાત્કાલિક સૂચનાઓ પણ આપી હતી.

આ ઉપરાંત ગ્રામજનો સાથે ખુલ્લો સંવાદ યોજાયો હતો, જેમાં ગ્રામજનોએ પોતાની સમસ્યાઓ, સૂચનો અને વિકાસ સંબંધિત માંગણીઓ રજૂ કરી હતી. પીવાના પાણી, રસ્તા, સ્વચ્છતા, લાઈટ વ્યવસ્થા તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને સમસ્યાઓનું યોગ્ય નિવારણ કરવાની ખાતરી આપી હતી.

આ પ્રકારની મુલાકાતોથી વહીવટ અને જનતા વચ્ચે સેતુ મજબૂત બનશે તથા ગામના સર્વાંગી વિકાસને વેગ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande