મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની તપાસણી, રેકર્ડ સંભાળ અંગે જરૂરી સૂચનાઓ અપાઈ
મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અધિકારી દ્વારા ઔપચારિક તપાસણી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનમાં નિભાવવામાં આવતા વિવિધ રેકર્ડોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. ગુનાહિત નોંધપત્રો, ફરિયાદ રજી
મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની તપાસણી, રેકર્ડ સંભાળ અંગે જરૂરી સૂચનાઓ અપાઈ


મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.)

આજ રોજ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અધિકારી દ્વારા ઔપચારિક તપાસણી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનમાં નિભાવવામાં આવતા વિવિધ રેકર્ડોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. ગુનાહિત નોંધપત્રો, ફરિયાદ રજીસ્ટર, સ્ટેશન ડાયરી, મલખાનાં રેકર્ડ, કેસ સંબંધિત ફાઇલ્સ તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની યોગ્યતા અને અદ્યતન સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

તપાસણી દરમિયાન રેકર્ડની નિયમિત જાળવણી, સમયસર અપડેટ, ફાઇલ વ્યવસ્થાપન અને સરકારશ્રીના નિયમો અનુસાર કામગીરી થાય છે કે, નહીં તેની ખાસ તપાસ કરવામાં આવી હતી. જ્યાં ક્યાંય ખામી કે અસંગતતા જોવા મળી ત્યાં સંબંધિત અધિકારી અને કર્મચારીઓને તાત્કાલિક સુધારણા કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, મુલાકાતીઓ માટેની વ્યવસ્થા, સીસીટીવી કામગીરી, સુરક્ષા વ્યવસ્થા તથા સામાન્ય નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓને ફરજ દરમિયાન પારદર્શિતા, શિસ્ત અને જવાબદારી સાથે કાર્ય કરવાની તાકિદ કરવામાં આવી હતી.

આ પ્રકારની નિયમિત તપાસણીથી પોલીસ તંત્રની કાર્યક્ષમતામાં વધારો થશે તેમજ નાગરિકોને ઝડપી અને અસરકારક સેવા મળી રહે તે દિશામાં સકારાત્મક અસર પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande