
જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર ખાતે ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ નવીનીકરણની કામગીરી શરૂ થયેલ હોવાથી હોસ્પિટલ કેમ્પસની અંદર હાલમાં પાર્કિંગ માટેની જગ્યા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓ અને દર્દીના સગા માટે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોનું પાર્કિંગ હિંમતનગર રોડ પાસે આવેલ જૂની પોલીસ લાઈનમાં કરવામાં આવેલ છે.
આથી તમામ જનતાને જણાવવામાં આવે છે કે, સારવાર લેવા તથા દર્દીની મુલાકાતે આવતા મુલાકાતીઓએ સૌપ્રથમ દર્દીને જે તે હોસ્પિટલ બિલ્ડિંગ ખાતે ઉતારી પોતાનું વાહન ફરજિયાતપણે હિંમતનગર રોડ પાસે આવેલ જૂની પોલીસ લાઈનમાં પાર્ક કરવાનું રહેશે તેમ તબીબી અધિક્ષક, ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt