યુવાનોને ખેલ તરફ પ્રેરિત કરતું “સાંસદ ખેલ મહોત્સવ”: બગસરા તાલુકા કક્ષાની સ્પર્ધાનો ભવ્ય શુભારંભ
અમરેલી, 14 ડિસેમ્બર (હિ.સ.) : યુવાનોને ખેલ તરફ પ્રેરિત કરી તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશથી આયોજિત “સાંસદ ખેલ મહોત્સવ” અંતર્ગત આજરોજ અમરેલી લોકસભા ક્ષેત્રની બગસરા તાલુકા કક્ષાની ખેલ સ્પર્ધાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે
યુવાનોને ખેલ તરફ પ્રેરિત કરતું “સાંસદ ખેલ મહોત્સવ”: બગસરા તાલુકા કક્ષાની સ્પર્ધાનો ભવ્ય શુભારંભ


અમરેલી, 14 ડિસેમ્બર (હિ.સ.) : યુવાનોને ખેલ તરફ પ્રેરિત કરી તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશથી આયોજિત “સાંસદ ખેલ મહોત્સવ” અંતર્ગત આજરોજ અમરેલી લોકસભા ક્ષેત્રની બગસરા તાલુકા કક્ષાની ખેલ સ્પર્ધાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવી હતી.

સાંસદ એ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં પરંતુ શિસ્ત, ટીમભાવના અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી ખેલ પ્રતિભાને આગળ લાવવા માટે આવા ખેલ મહોત્સવો મહત્વની ભૂમિકા ભજવે છે. યુવાઓ રમતગમતમાં આગળ વધે અને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરે તે માટે સરકાર અને જન પ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે.

બગસરા તાલુકા કક્ષાની આ ખેલ સ્પર્ધામાં વિવિધ રમતોમાં મોટી સંખ્યામાં યુવાઓ અને ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલ મેદાનમાં ખેલાડીઓનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક આગેવાનો, રમતગમત સમિતિના સભ્યો, અધિકારીઓ તથા ગ્રામજનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ખેલ મહોત્સવથી યુવાનોમાં ખેલ પ્રત્યે રસ વધશે અને નવી પ્રતિભાઓને આગળ આવવાની સુવર્ણ તક મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande