પાટણ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ, પાટણ દ્વારા તૃતીય સ્નેહમિલન અને તારલાઓનું તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 થી કોલેજ સુધીના લગભગ 50 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ આપી સન્માનિત કરવામા
પાટણ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ, પાટણ દ્વારા તૃતીય સ્નેહમિલન અને તારલાઓનું તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 થી કોલેજ સુધીના લગભગ 50 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવા નોકરી મેળવેલા યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગોસ્વામી નરેન્દ્ર ગીરી, ડેપ્યુટી કલેક્ટર ગોસ્વામી પાર્થપુરી તથા અધ્યક્ષ તરીકે ગોસ્વામી મહેશપુરી ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ ગોસ્વામી વિષ્ણુપુરી, મહામંત્રી ગોસ્વામી આનંદપુરી સહિતના હોદ્દેદારો, દાતાશ્રીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જગદીશ ગીરી (કલાકાર) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકાયો હતો. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ચેક વિતરણ, કેલેન્ડરનું વિમોચન તથા ડ્રો દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. સમારોહ દરમિયાન પાટણમાં સમાજ માટે શિક્ષણ ભવન બનાવવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande