
અમરેલી, 14 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિંગાળા-૧ ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત દફતરનું નિરીક્ષણ કરી વહીવટી કામગીરીની તપાસણી કરવામાં આવી હતી. સાથે જ ગામની શાળા, આંગણવાડી કેન્દ્ર તથા આરોગ્યલક્ષી સેવાઓની કામગીરીનું મૂલ્યાંકન કરી ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની હરણફાળને બિરદાવવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ શૈક્ષણિક ગુણવત્તા, બાળકોના પોષણ અને આરોગ્ય સેવાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતી પોષણ આહાર યોજના, આરોગ્ય તપાસ અને સ્વચ્છતા અંગેની વ્યવસ્થાઓને વધુ સશક્ત બનાવવા સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત શાળામાં શિક્ષણની ગુણવત્તા, હાજરી અને ભૌતિક સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો, સ્વચ્છતા અભિયાન, પાણી પુરવઠા અને આરોગ્ય સેવાઓમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવનાર સરપંચશ્રીને અભિનંદન પાઠવી, આગામી સમયમાં વધુ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવા માટે પ્રેરણા આપી હતી.
મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યો, અધિકારીઓ તથા સ્થાનિક ગ્રામજનોએ પણ હાજરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai