

પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાનપદે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન 10 થી 14 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસીય આ સ્પર્ધામાં વેસ્ટ ઝોનની વિવિધ યુનિવર્સિટીઓની મહિલા ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટમાં પંડિત દિનદયાલ યુનિવર્સિટી, સીકરે શાનદાર પ્રદર્શન સાથે સુવર્ણ પદક જીતી ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, વડોદરાએ રજત પદક મેળવ્યું જ્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢે કાંસ્ય પદક જીત્યું. મહારાજા ગંગા સિંહ યુનિવર્સિટી, બિકાનેર ચોથા સ્થાને રહી હતી.
યજમાન યુનિવર્સિટીએ તમામ ભાગ લેનાર ટીમોને અભિનંદન પાઠવ્યા તેમજ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અધિકારીઓ, રેફરીઝ, કોચ, સ્વયંસેવકો અને આયોજક સમિતિનો આભાર વ્યક્ત કર્યો. આ આયોજન દ્વારા મહિલા સશક્તિકરણ, ટીમવર્ક અને શિસ્તની ભાવનાને ઉજાગર કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ