પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી, ઈવીએમ નિરીક્ષણ માટે પાંચ નોડલ અધિકારીઓની નિમણૂક કરી
કલકતા, નવી દિલ્હી,15 ડિસેમ્બર (હિ.સ.) આગામી વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (ઈવીએમ) ના પ્રથમ સ્તરના નિરીક્ષણ માટે પાંચ નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે. પંચે સ્પષ્ટતા કરી છ
પંચ


કલકતા, નવી દિલ્હી,15 ડિસેમ્બર (હિ.સ.) આગામી વર્ષે યોજાનારી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (ઈવીએમ) ના પ્રથમ સ્તરના

નિરીક્ષણ માટે પાંચ નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે. પંચે સ્પષ્ટતા કરી છે કે,”

નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે અન્ય રાજ્યોમાંથી તમામ

અધિકારીઓની ભરતી કરવામાં આવી છે.”

પંચના એક નિવેદન અનુસાર, “આ અધિકારીઓ ઈવીએમના

પ્રથમ સ્તરના નિરીક્ષણ દરમિયાન વિવિધ કેન્દ્રો પર નિરીક્ષક તરીકે કાર્ય કરશે. આ

અધિકારીઓ છે: અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી શાનિયા કાયેમ મિજે, મહારાષ્ટ્રના

નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ ગોસાવી, મેઘાલયના અધિક

મુખ્ય ચૂંટણી અધિકારી પીકે બોરો, મિઝોરમના સંયુક્ત

મુખ્ય ચૂંટણી અધિકારી એથેલ રોથાંગપુઈ અને ચૂંટણી પંચના અંડર સેક્રેટરી કનિષ્ક

કુમાર.”

પંચે જણાવ્યું હતું કે,” મતદાન દરમિયાન દરેક ઉમેદવારનો ફોટો

હવે મશીન પર દેખાશે.”

નોંધનીય છે કે, 2021 ની વિધાનસભા ચૂંટણી માટે પશ્ચિમ

બંગાળમાં 80,000 થી વધુ મતદાન મથકો હતા. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું

કે,” નવા મતદાર નોંધણી અને સુધારા પછી મતદાન મથકોની સંખ્યામાં 10,000 થી વધુ વધારો

થવાની ધારણા છે.”

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુંદ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande