
સોમનાથ,15 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ જીલ્લાના લાંબા અરબી સમુદ્રમાં પોલીસ તંત્રની ટીમોએ ગેરકાયદેસર પ્રવર્તી અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં દરિયાઈ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જીલ્લા પોલીસ એલસીબી, એસઓજી તથા મરીન પોલીસની સંયુક્ત ટીમોએ સ્પીડ અને ફિશીંગ બોટોમાં સવાર થઈ મધદરિયે પહોંચી માછીમારી કરી રહેલ બોટો અને તેમાં રહેલ ખલાસીઓનું સઘન ચેકીંગ તપાસ અભિયાન ચલાવ્યું હતુ. રવિવારે સમી સાંજે મધદરિયે ફિશીંગ બોટોમા
સુરક્ષા વિભાગ દ્વારા હાથ ધરેલ ચેકિંગમાં સમુદ્રમાં થઈ રહેલ ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગની ગેરકાયદેસર પ્રતિબંધિત પ્રવૃત્તિઓ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સોમનાથ જિલ્લાના અંદાજે 112 કિલોમીટર લાંબા દરિયાઈ . દરીયાઇ વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સુરક્ષા દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કાયમી વિશેષ સતર્કતા રાખવામાં આવે છે અને સમયાંતરે માછીમારો પાસેથી ઈનપુટ મેળવી ચેકીંગની કાર્યવાહી કરાઈ છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ