
ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ગીર સોમનાથમાં રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી વાહનવ્યવહાર સુગમ રહે.
આ જ ઉપક્રમે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર ભાખા અને જામવાડા ખાતે રિસરફેસિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
આ રસ્તાના રિસરફેસિંગની કામગીરીથી ગીરગઢડા, જાખિયા, બાબરિયા, ભાખા, થોરડી, જામવાળાના ગ્રામજનો માટે વાહનવ્યવહારનો અનુભવ સુગમ બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ