પ્રધાનમંત્રી મોદીએ, પી.જી. બરુઆના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર પી.જી. બરુઆના નિધન પર ઊંડી શોક વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એક્સ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, પી.જી. બરુઆના
પ્રધાનમંત્રી મોદીએ અને પી.જી. બરુઆ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર પી.જી. બરુઆના નિધન પર ઊંડી શોક વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એક્સ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, પી.જી. બરુઆના નિધનથી તેમને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે કહ્યું કે, મીડિયા જગતમાં બરુઆને તેમના નોંધપાત્ર યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, બરુઆ આસામના વિકાસને આગળ વધારવા અને રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિને રાષ્ટ્ર અને વિશ્વમાં પ્રમોટ કરવા માટે ખૂબ જ સમર્પિત હતા. સ્વર્ગસ્થ પત્રકારના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મોદીએ કહ્યું, મારી સંવેદના તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande