મોદી-શાહે, સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, સોમવારે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. બંને નેતાઓએ રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલના અતુલ્ય યોગદાનને યાદ
મોદી-શાહે, સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી


નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, સોમવારે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. બંને નેતાઓએ રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલના અતુલ્ય યોગદાનને યાદ કર્યું.

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને કહ્યું, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર સાદર નમન. તેમણે દેશને એક કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. એક અખંડ અને સશકત ભારત બનાવવા માટે તેમનું યોગદાન એવું છે, જેને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે નહીં.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, 'એક્સ' પર પોસ્ટ કરેલા પોતાના સંદેશમાં સરદાર પટેલને રાષ્ટ્રીય એકતાના પ્રતીક અને મજબૂત ભારતના શિલ્પી તરીકે વર્ણવ્યા. તેમણે કહ્યું કે, સરદાર સાહેબે તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં, એક ખંડિત સ્વતંત્ર ભારતને એક કર્યું અને તેને એક સુદ્રઢ રાષ્ટ્રનું સ્વરૂપ આપ્યું. દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે, તેમણે ભારત માતાની સુરક્ષા, આંતરિક સ્થિરતા અને શાંતિ સુનિશ્ચિત કરવાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું.

અમિત શાહે કહ્યું કે, સહકારી ચળવળને પુનર્જીવિત કરીને અને મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવીને આત્મનિર્ભર ભારતનો પાયો નાખનાર સરદાર વલ્લભભાઈ પટેલ દેશવાસીઓને રાષ્ટ્ર પ્રથમના માર્ગ પર ધ્રુવ તારાની જેમ માર્ગદર્શન આપતા રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande