ભાજપે તેના સાંસદોને, આગામી પાંચ દિવસ માટે વ્હીપ જારી કર્યો
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) શિયાળુ સત્રના અંતિમ સપ્તાહ, સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચી ગયો. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેના તમામ સાંસદોને વ્હીપ જારી કર્યો છે. ભાજપે તેના
સંસદ


નવી દિલ્હી, 15 ડિસેમ્બર

(હિ.સ.) શિયાળુ સત્રના અંતિમ સપ્તાહ, સોમવારે

કાર્યવાહી શરૂ થતાં જ સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચી ગયો. દરમિયાન, ભારતીય જનતા

પાર્ટી (ભાજપ) એ તેના તમામ સાંસદોને વ્હીપ જારી કર્યો છે.

ભાજપે તેના તમામ સાંસદોને 15 થી 19 ડિસેમ્બર સુધી ગૃહમાં

હાજર રહેવા સૂચના આપી છે. આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવે

તેવી અપેક્ષા છે. શિયાળુ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલવાનું છે.

સરકાર આગામી દિવસોમાં એક નવું પરમાણુ ઉર્જા (શાંતિ) બિલ રજૂ

કરી શકે છે. સત્ર દરમિયાન કોર્પોરેટ બિલ અને ઉચ્ચ શિક્ષણ બિલ પર પણ ચર્ચા થવાની

સંભાવના છે. પરમાણુ ઉર્જા બિલ મહત્વપૂર્ણ છે કારણ કે, તે માત્ર ઉર્જા ક્ષેત્રમાં

ખાનગી ભાગીદારીનો માર્ગ મોકળો કરશે નહીં પરંતુ ભારતની ઉર્જા સુરક્ષા અને તકનીકી

પ્રગતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ હશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande