
રાજકોટ,15 ડિસેમ્બર (હિ.સ.) રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રા શાળામાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પ્રેરિત મિશન લાઈફ, EEP 2025.26 અને ગીર ફાઉન્ડેશન અંતર્ગત ‘BEAT PLASTIC POLLUTION’ વિષય પર કાર્યક્રમ યોજાયો. જેમા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગામમાંથી પ્લાસ્ટિક બોટલ 7800 નંગ અને વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરી પ્લાટિક્ના વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવેલ તેમજ પ્લાસ્ટિક મુક્ત વિષયો પર ચિત્રો દોરેલ તમામ વિદ્યાર્થીને GEER ફાઉન્ડેશન દ્વારા સર્ટીફિકેટ અને સ્ટેશનરી ભેટ આપવામાં આવેલ.
વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરી કાપડની થેલી વાપરવા અંગે જાગૃતતા લાવવા સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં નાટકો અને ગીતો રજુ કરેલ.
કાર્યક્ર્મ પધારેલ ભાવેશ ત્રિવેદી આસિસ્ટન્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, ગીર ફાઉન્ડેશન અને હિતેશ દવે પ્રકૃતિપ્રેમી, ગોંડલ દ્વારા ઉપસ્થિત, વાલીઓ અને વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અને પ્લાસ્ટિક પ્રદુષણ વિશે જાગૃતતા વિષય પર માર્ગદર્શક વક્તવ્ય આપેલ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય રામદેવસિંહ જાડેજા અને સમગ્ર ખીજડીયા સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવેલ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ