ગીર સોમનાથ સૌરાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન, સમિતિ વનીકરણ, સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે
એશિયાટિક સિંહ તથા દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન સહિતના વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા બેઠક
ગીર સોમનાથ સૌરાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન, સમિતિ વનીકરણ, સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે


ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. જે અંતર્ગત આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન, એશિયાટિક સિંહોના વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. આ ઉપરાંત સમિતિના સભ્યો સ્થાનિક નાગરિકો સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરશે તેમ, ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ સંભવિત તા. ૧૬ ડિસેમ્બર, મંગળવારના રોજ જામનગર ખાતે આવેલા વનતારાની મુલાકાત લેશે. બીજા દિવસે તા. ૧૭ ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા મરીન નેશનલ પાર્ક અને પોરબંદરના બરડા અભ્યારણની મુલાકાત લેશે. પ્રવાસના અંતિમ દિવસ એટલે કે તા. ૧૮ ડિસેમ્બરના રોજ આ અંદાજ સમિતિ સોમનાથ મંદિર અને સાસણ ગીરની મુલાકાત લેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande