

અંબાજી 16 ડિસેમ્બર(હિ.સ) હાલ તબક્કે ઠંડી નું પ્રમાણ વધી
રહ્યું છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં કડાકાનીઠંડીમાં શાળામાં ભણવા જતા નાના બાલકોને
ઠંડીથી રાહતમળે તે માટે.અંબાજી ના એમ.ડી.સી. કોપર પ્રોજેક્ટદ્વારા જરીવાવ ગામે સ્કૂલ ના
બાળકો માટે સ્વેટર વિતરણ તેમજ મેડિકલ કેમ્પ નું, સી.એસ.આર. યોજના હેઠળ આયોજન કરવામાં
આવેલ.
જી.એમ.ડી.સી. કોપર પ્રોજેક્ટ -અંબાજી દ્વારા જરીવાવ શાળા ના તમામ 254
જેટલા બાળકો ને એક સમાનવુલનસ્વેટર નું વિતરણ તેમજ ગ્રામ
જનો માટે માવજત હોસ્પિટલ થકી ફ્રીમેડિકલ કેમ્પ નું આયોજન જીએમડીસી – ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા સી.એસ.આર
યોજના હેઠળ કરેલ જેમાં જી.એમ.ડી.સી કોપર પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.
ક્ષીરોડચંદ્ર ભ્રમ્મા , જનરલ મેનેજર (એડમિન) કર્નલ. મનીષ
અવસ્થી તેમજ અન્ય ઓફિસર્સ, ગામના આગેવાન શાળા સ્ટાફ ની હાજરી માં કાર્યક્રમ થયેલ.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ