
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના ભૂતિયાવાસ પુલ નજીક રોડ પર રેતીનો મોટો ઢગલો પડી ગયો છે. આ રેતી આખા રોડ પર પથરાઈ ગઈ હોવાથી નાના વાહનો, ખાસ કરીને બાઇક અને રીક્ષા માટે અકસ્માતનો ભય ઉભો થઈ રહ્યો છે.
રોડ પર પથરાયેલી રેતીના કારણે વાહનચાલકોના વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે, અને ગંભીર દુર્ઘટના થવાની શક્યતા વધી છે. સ્થાનિક વાહનચાલકોમાં આ અંગે ચિંતા વ્યાપી ગઈ છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા રેતી તાત્કાલિક દૂર કરવા માટે લોકોએ અપીલ કરી છે. બાઇક ચાલક જોશી દશરથભાઈએ જણાવ્યું કે, તેઓ સવારે રસ્તા પરથી પસાર થતા તેમના બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને તેમણે પણ રોડ પરથી રેતીનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ