ચાણસ્મામાં બાઇક ચોરીના આરોપીઓની ધરપકડ
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : ચાણસ્મા પોલીસે એક વર્ષ અગાઉ નોંધાયેલી બાઇક ચોરીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ગુનેગારો સામે પોલીસની સક્રિયતા દર્શાવે છે. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, ચોરીના આરોપીઓ ચાણસ્મામાંથી પસાર થવાના છે. આ માહિ
ચાણસ્મામાં બાઇક ચોરીના આરોપીઓની ધરપકડ


પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : ચાણસ્મા પોલીસે એક વર્ષ અગાઉ નોંધાયેલી બાઇક ચોરીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ગુનેગારો સામે પોલીસની સક્રિયતા દર્શાવે છે.

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, ચોરીના આરોપીઓ ચાણસ્મામાંથી પસાર થવાના છે. આ માહિતીના આધારે પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં પ્રવૃત્તિ થઈ.

અરોપીઓ ફકીર નિયાજ મહેબુબ સા અને સિપાઈ સમીર હબીબભાઈ, જે સમી તાલુકાના મફતપુરા, જીલ્લા પાટણના રહેવાસી છે, તેઓને પોલીસએ દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande