પોરબંદરમાં 'મેદસ્વિતા મુક્તિ યોગ શિબિર'નું સફળ સમાપન: 90 થી વધુ લોકોએ ઉતાર્યું વજન
પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ''મેદસ્વિતા મુક્તિ''ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતને આરોગ્યસભર બનાવવાના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરમાં આયોજિત ''મેદસ્વિતા મુક્
પોરબંદરમાં 'મેદસ્વિતા મુક્તિ યોગ શિબિર'નું સફળ સમાપન: 90 થી વધુ લોકોએ ઉતાર્યું વજન


પોરબંદરમાં 'મેદસ્વિતા મુક્તિ યોગ શિબિર'નું સફળ સમાપન: 90 થી વધુ લોકોએ ઉતાર્યું વજન


પોરબંદરમાં 'મેદસ્વિતા મુક્તિ યોગ શિબિર'નું સફળ સમાપન: 90 થી વધુ લોકોએ ઉતાર્યું વજન


પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેદસ્વિતા મુક્તિ'ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતને આરોગ્યસભર બનાવવાના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરમાં આયોજિત 'મેદસ્વિતા મુક્તિ યોગ શિબિર (ફેસ-2)'નું એક મહિનાના સફળ સંચાલન બાદ સમાપન થયું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના નેતૃત્વમાં, વાડીપ્લોટ વિસ્તારમાં યોજાયેલી આ શિબિરમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફેસ-વનની સફળતા બાદ યોજાયેલ આ ફેસ-ટુ શિબિરનું આયોજન સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડીનેટર શ્રીમતી ચેતનાબેન ગજેરા અને જિલ્લા કોર્ડીનેટર કેતનભાઈ કોટિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

નોંધનીય પરિણામો અને આરોગ્ય તપાસ

શિબિરમાં 90બથી વધુ મેદસ્વી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમણે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ 1 કિલોથી લઈને 5 કિલો સુધીનું વજન ઉતારીને નોંધપાત્ર લાભ મેળવ્યો હતો.

જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા શિબિરાર્થીઓના બ્લડપ્રેશર અને સુગર લેવલની 'બીફોર એન્ડ આફ્ટર' તપાસ કરવામાં આવી હતી, જેમાં મેદસ્વિતામાં ઘટાડો થવાને કારણે આરોગ્યમાં પણ સકારાત્મક સુધારો જોવા મળ્યો હતો.

વજન ઉતારવા માટે નિષ્ણાતો દ્વારા શિબિરાર્થીઓને સચોટ ડાયટ પ્લાન, વિવિધ જ્યુસ અને ઉકાળા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, યોગની વિવિધ પદ્ધતિઓનું સઘન તાલીમ પણ આપવામાં આવી હતી.

કેમ્પના સમાપન દિવસે, સાધકોને ભવિષ્યમાં પણ વજન સપ્રમાણ જાળવી રાખવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખાસ તૈયાર કરાયેલ 'મેદસ્વિતા મુક્તિ' પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી.આ જિલ્લા કોર્ડીનેટર કેતન કોટિયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ચેરમેન શિશપાલજી વતી તમામ સાધકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ એક મહિના સુધી ચાલેલા સફળ કેમ્પને સફળતા અપાવવામાં મુખ્ય સંચાલક યોગ કોચ ઊર્મિષા પાંજરી, સંચાલક યોગ કોચ પરેશ દુબલ, યોગ ટ્રેનર મનીષાબેન મસાણી, અને સહયોગીઓ ઉષાબેન શિયાળ, મનીષા લોઢારી, મહેશ મોતીવરસ, અને અંજલી ગાંધ્રોકિયાએ શ્રેષ્ઠ સેવા પ્રદાન કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande