સિદ્ધપુરમાં અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રા
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં વેદવાડાના માઢમાં સ્વયંભૂ શ્રી અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે. મંદિરમાં અન્નપૂર્ણાનું વ્રત ચાલી રહ્યું છે. જેને લઇ શહેર અને આસપાસના ગામમાંથી લોકો માતાજીના દર્શન માટે અને વ્રત હોય તે બહેનો અને ભાઈઓ પૂજા કરવ
સિદ્ધપુરમાં અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રા


પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં વેદવાડાના માઢમાં સ્વયંભૂ શ્રી અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે. મંદિરમાં અન્નપૂર્ણાનું વ્રત ચાલી રહ્યું છે. જેને લઇ શહેર અને આસપાસના ગામમાંથી લોકો માતાજીના દર્શન માટે અને વ્રત હોય તે બહેનો અને ભાઈઓ પૂજા કરવા માટે આવી રહ્યા છે. મંગળવારે માતાજીના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે અન્નપૂર્ણા યોગ મંડળ દ્વારા સાંજે માતાજીનો પૂર્ણાહુતિની શોભાયાત્રા નીકાળી હતી. વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડીને આખા ગામમાં નીકળી હતી. જેમાં માતાજી આખા ગામની પરિક્રમા કરી ભક્તોને દર્શનનો લાભમળતા લોકોએ ધન્યતા અનુભવી હતી. ઉત્તર ગુજરાતમાં માત્ર બે અન્નપૂર્ણા માતાના મંદિર આવેલા છે જેમાંનું એક મંદિર સિદ્ધપુરમાં વેદવાડાનાં માઢમાં આવેલું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande