


અંબાજી 16 ડિસેમ્બર(હિ.સ) ભાજપાના આદિવાસી નેતા લાધુ પારઘી એ પણ
આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું અને જો આ આદિવાસી લોકોને
ન્યાય નહિ મળે તો આ આદિવાસી વિસ્તારની 27 જેટલી સીટો ઉપર અસર પડી શકે છે.... લાધુ પારધી અંબાજી નજીક પાડલિયા
ગામે બનેલી મોટી ઘર્ષણનીઘટનાના પડઘા સમગ્ર રાજયભરમાં પડ્યા છે
ત્યારે આ ઘટનામાં 47 જેટલા પોલીસ,વન વિભાગ અને રેવન્યુ વિભાગના સરકારી કર્મચારીઓ સમગ્ર ઘટનામાં ભોગ
બન્યા હતા જેમાં હજીસુધી 7 થી 8 અધિકારીઓ સારવાર હેઠળ છે ત્યારેઆ ઘટનાના ચોથા દિવસે પાડલિયા
બનાવમાં ધીરે ધીરે રાજકારણ પગપેસારો કરી રહ્યા હોય તેવું લાગી
રહ્યું છે આજે ચોથા દિવસેદાંતા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ
ખરાડી ભાજપના
આદિવાસી નેતા અને કાંતિ ખરાડીના પ્રતિસ્પર્ધી લાધુ પારઘી સહિત આદિવાસી વિસ્તારના સરપંચો, તાલુકા અને જિલ્લા ડેલીગેટો સહીતમોટી સંખ્યામાંઆસપાસના ગામડાના લોકો પાડલિયા
ગામે એકત્રિત થઈને બનેલી ઘટનાના સ્થળે પહોંચ્યા હતા જ્યાં ખેતરોમાં jcb
થીપાડેલા ખાડા ,ધરબી દેવાયેલો કૂવોતેમજ તોડી પાડેલા ઝૂંપડાંનુંનિરીક્ષણ સહીત અસરગ્રસ્ત લોકોની
મુલાકાત કરી હતી એટલુંજ નહિ આ સમગ્ર મામલે વનવિભાગ અને પોલીસ દ્વારા જે ફરિયાદ
નોંધવામાં આવી છે તેમાં 27 વ્યક્તિના નામ જોગ અને 500 લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુન્હો દાખલ કરાયો છે જેને લઈને પણ
ઉપસ્થિત નેતાઓ એ કિન્નાખોરી રાખ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને આ ઘટનામાં માત્ર
સરકારી કર્મચારીઓજ નહિ પરંતુ આદિવાસી લોકો પણ ઈજાગ્રસ્ત બન્યા છે તેમની ત્રણ
દિવસમાં કોઈ પણ પ્રકારની ભાળ લેવાઈ ન હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ જે ગુન્હો દાખલ
કરાયો છે તેની સામે અસરગ્રસ્તોની પણ ફરિયાદ લેવા માંગ કરી છે અને ત્યાર બાદ જવધુ કાર્યવાહી હાથ ધરાય તેવી
ઈચ્છા વ્યક્ત કરાઈ હતી અને જો એમ ન કરવામાં આવે તો એજે ઘટના બનવા પામી છે તેથી પણ
વધુ ઉગ્ર ઘટના બની શકે છે તેવી ચીમકી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી એ ઉચ્ચારીહતી જયારે ભાજપાના આદિવાસી નેતા
લાધુ પારઘી એ પણ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું અને જો આ
આદિવાસી લોકોને ન્યાય નહિ મળે તો આ આદિવાસી વિસ્તારની 27 જેટલી સીટો ઉપર અસર પડી શકે છે તેવી
સંભાવના વ્યક્ત કરી હતી
જોકે પાડલીયા ખાતે બનેલી ઘટના ને લઇ મોટી સંખ્યામાં આદિવાસી લોકો
ઘટના સ્થળ તરફ કૂંચ કરતા અને પહોંચ્યા બાદ પણ ભારે સુત્રોચાર કર્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ