ગીર સોમનાથમાં પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ અમૃત આહાર કેન્દ્રની શરૂઆત
ગીર સોમનાથ 16 ડિસેમ્બર (હિ.સ.) : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે વેરાવળની આસોપાલવ લોન્સ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે વેરાવળ, તાલાલા સહિત જુદા જુદા
જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશના


ગીર સોમનાથ 16 ડિસેમ્બર (હિ.સ.) : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે વેરાવળની આસોપાલવ લોન્સ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે વેરાવળ, તાલાલા સહિત જુદા જુદા તાલુકાના ખેડૂતોને તેમની ખેત પેદાશ સાથે પ્રદર્શન સ્ટોલ પણ રાખવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અમૃત આહાર કેન્દ્ર (પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ)નું મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. હવેથી દર રવિવારે સવારે ૦૯.૦૦ કલાકથી જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જુદા જુદા સ્થળે અમૃત આહાર કેન્દ્ર થકી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશ તેમજ ગૌ આધારિત પ્રોડક્ટના વેચાણનો લાભ નાગરિકોને મળશે.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મૂછાર, ધારાસભ્ય વિમલ ચુડાસમા, અગ્રણી સંજય પરમાર, પ્રભારી સચિવ જેનું દેવન અને કલેકટર એન.વી. ઉપાધ્યાય સહિત પદાધિકારીઓ-અધિકારીઓએ પ્રાકૃતિક સ્ટૉલ સહિત વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ સ્ટોલની મુલાકાત સમયે પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકારની આગેવાની હેઠળ આત્મા તેમજ અન્ય કર્મચારી કોડીનાર સુત્રાપાડા SPNF ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની (FPO) ના સ્ટોલ સાથે પ્રતિનિધિ તેમજ જુદા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande