રાજુલા સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો દ્વારા 16 બેઠકો માટે ઉમેદવારી પત્રક રજૂ
અમરેલી,16 ડિસેમ્બર (હિ.સ.) રાજુલા ખાતે સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડની આવનારી ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના આદેશ અને માર્ગદર્શન મુજબ ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી ઉમેદવારો સાથે ઉપસ્થિત રહીને ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભાજપ દ્વારા ત
રાજુલા સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો દ્વારા 16 બેઠકો માટે ઉમેદવારી પત્રક રજૂ


અમરેલી,16 ડિસેમ્બર (હિ.સ.) રાજુલા ખાતે સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડની આવનારી ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના આદેશ અને માર્ગદર્શન મુજબ ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી ઉમેદવારો સાથે ઉપસ્થિત રહીને ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભાજપ દ્વારા તમામ બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

આ ચૂંટણી માટે ખેડૂત બેઠક માટે કુલ 10, વેપારી પેનલ માટે 4 અને ખરીદ-વેચાણ સંઘ માટે 2 બેઠકો એમ કુલ 16 બેઠકો માટે આજે ઉમેદવારી પત્રકો રજૂ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રક રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

ઉમેદવારી પત્રક રજૂ કરતી વેળાએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો, સહકારી વિભાગ સાથે સંકળાયેલા નેતાઓ તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, ખેડૂત હિત અને સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થા માટે ભાજપ પ્રતિબદ્ધ છે.

આગેવાનોના મતે, સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની મજબૂત હાજરીથી ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં મદદ મળશે. આ ઉમેદવારી પત્રક રજૂઆત સાથે જ ચૂંટણીના માહોલમાં રાજુલા પંથકમાં રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande