યાત્રિયોની સુવિધા માટે ભાવનગર મંડળની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર
ભાવનગર 16 ડિસેમ્બર (હિ.સ.) યાત્રિયોની સુવિધા તથા ટ્રેનોની સમયપાલન ક્ષમતામાં સુધારાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલ સાથે સંબંધિત કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિ
યાત્રિયોની સુવિધા માટે ભાવનગર


ભાવનગર 16 ડિસેમ્બર (હિ.સ.) યાત્રિયોની સુવિધા તથા ટ્રેનોની સમયપાલન ક્ષમતામાં સુધારાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલ સાથે સંબંધિત કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી કે આ સુધારેલ સમયસૂચી 22 ડિસેમ્બર, 2025થી અમલમાં આવશે.

મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:

1. ટ્રેન નં. 59561 રાજકોટ–પોરબંદર રાજકોટથી પ્રસ્થાન સમય બદલવામાં આવ્યો છે તેમજ માર્ગના વિવિધ સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય સુધારવામાં આવ્યા છે. પોરબંદર સ્ટેશન પર આગમન સમય પૂર્વવત રહેશે. આ ટ્રેન હવે રાજકોટથી સવારે 08.35 વાગ્યાના બદલે 08.50 વાગ્યે પ્રસ્થાન કરશે.

2. ટ્રેન નં. 59422 વેરાવળ–રાજકોટ વેરાવળથી રિબડા સ્ટેશન સુધી સમયમાં કોઈ ફેરફાર નથી. માત્ર ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનનું ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય અગાઉના 09.17/09.18 વાગ્યાના બદલે હવે 09.04/09.06 વાગ્યે રહેશે.

3. ટ્રેન નં. 19207 પોરબંદર–રાજકોટ વેરાવળથી ગોંડલ સુધી સમયમાં કોઈ ફેરફાર નથી. ભક્તિનગર સ્ટેશન પર સમય સુધારવામાં આવ્યો છે. આ ટ્રેનનું ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય અગાઉના 10.00/10.01 વાગ્યાના બદલે હવે 09.50/09.52 વાગ્યે રહેશે.

4. ટ્રેન નં. 59423 રાજકોટ–વેરાવળ રાજકોટથી પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે તથા ભક્તિનગર સ્ટેશન પર સુધારેલ સમય લાગુ રહેશે. આગળ વેરાવળ સુધી સમયમાં કોઈ ફેરફાર નથી. આ ટ્રેન હવે રાજકોટથી સવારે 08.00 વાગ્યાના બદલે 07.55 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનનું ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય અગાઉના 08.12/08.14 વાગ્યાના બદલે હવે 08.07/08.09 વાગ્યે રહેશે.

પ્રવાસીઓને વિનંતી છે કે મુસાફરી પૂર્વે સંબંધિત ટ્રેનનો સુધારેલ સમય રેલવે પૂછપરછ, અધિકૃત રેલવે વેબસાઇટ અથવા નજીકના રેલવે સ્ટેશન પરથી અવશ્ય તપાસી લે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande