
જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલના રાધેપાર્ક સોસાયટીમાં મકાન બાબતે મનદુ:ખ ચાલતુ હોય જેનો ખાર રાખીને, દંપતીને માર મારીને ધમકી દીધાની બે સામે ફરીયાદ કરવામાં આવી છે.
ધ્રોલના રાધેપાર્ક સોસાયટીમાં રહેતા ખુશ્બુબેન વસીમભાઇ ડોસાણી (ઉ.વ.૨૩) નામની યુવતિ તથા આરોપીઓને મકાન બાબતે મનદુ:ખ ચાલતુ હોય, જેના કારણે ગત તા. ૨૧ના સાંજના સુમારે આરોપીઓ રાધેપાર્ક સોસાયટી ખાતે ફરીયાદીના ઘરની બહાર આવીને અપશબ્દો બોલતા હતા, આ અંગે ફરીયાદીના પતિએ અપશબ્દો બોલવાની ના પાડતા આરોપી સોયબે ઉશ્કેરાઇને, ફરીયાદીના પતિને ઢીકાપાટુનો માર માર્યો હતો, આ વેળાએ ફરીયાદી વચ્ચે પડતા આરોપી ખતુબેને પથ્થર વડે તેણીને માર મારી તું કાઇ બોલતી નહી, નહીતર હાથ પગ ભાંગી નાખીશ, મારી નાખીશ, તેમ કહી ફરીયાદી તથા ફરીયાદીના પતિને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ધમકી દીધી હતી ઉપરાંત છરી વડે હુમલો કરી, ફરીયાદીના પતિને હાથમાં મુંઢ ઇજા પહોચાડી મકાનમાં પથ્થરોના ઘા કરતા બારીનો કાંચ તોડીને રૂ. ૨૦૦નું નુકશાન પહોચાડયુ હતું.
ખુશ્બુબેન દ્વારા આ બનાવ અંગે ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, હાલ વીસીપરા ફાટક મોરબી અને મુળ રાધેપાર્ક સોસાયટી ધ્રોલના સોયેબ બશીર ડોસાણી તથા ખતીજા ઉર્ફે ખતુબેન સોયબ ડોસાણીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt